Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ખાતે ગંદકીના મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાતા રાજકીય ગરમાવો…

Share

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમા કચરાના ઢગલા તથા ગંદકીના દુર્ગધ મારતા સામ્રાજ્યના વિરોધમા ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખના નેજા હેઠળ યુવક કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામા આવ્યો હતો. આ એક કલાકના ધરણા અને હલ્લાબોલ કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી કે પદાધિકારી નગરપાલિકા કચેરી એ ઉપસ્થિત ના હોય યુથ કોંગ્રેસ દ્વારા પાલિકામા પ્રમુખ, મુખ્ય અધિકારીની કચેરી સહિત પાલિકામા તાળાબંધી કરી હતી.

જંબુસર નગર પાલિકાના પાપે સર્વત્ર કચરા તથા ગંદકીનુ સામ્રાજ્ય છવાઈ ગયુ છે અને આ સમસ્યા હલ કરવા પાલિકા દ્વારા તાકીદે યોગ્ય કામગીરી હાથ ધરવા નગરજનોએ પાલિકા અધિકારીઓ તથા પદાધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાય કોઈ નિવેડો આવતો ના હોય પ્રજાના પ્રશ્નોને વાચા આપવા યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો તથા ધરણાના કાર્યક્રમનુ આયોજન ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજીની આગેવાની હેઠળ યોજવામાં સાથે જ યુથ કોંગ્રેસના અગ્રણીઓ કેતન મકવાણા, નિખિલ શાહ, કિર્તીરાજ ગોહિલ સહિત પાલિકાના સદસ્યો તથા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરતા આવી પહોચ્યા હતા અને પાલિકા કચેરી સહિત પ્રમુખ, મુખ્ય અધિકારીની ચેમ્બર બહાર કચરો નાખી પાલિકાની કામગીરી પ્રત્યે વિરોધ વ્યક્ત કરી મુખ્ય અધિકારીની ચેમ્બર બહાર ધરણા ઉપર બેસી ગયા હતા. એક કલાકના ધરણા પ્રદર્શન દરમ્યાન પાલિકાના કોઈ અધિકારી કે પદાધિકારીઓ પાલિકા ખાતે ઉપસ્થિત ના હોવાના કારણે પાલિકાની કચેરીએ તથા મુખ્ય અધિકારી સહિત પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરણા પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના પ્રભુદાસ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી, પાલિકા વિપક્ષ નેતા સાકીર મલેક સહિત કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના નહાર ગામે ફરતા પશુદવાખાના દ્વારા ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર સીસીટીવી કેમેરા મૂકી આત્મહત્યા, અકસ્માતોના બનાવોને નિયત્રંણમાં લાવવા કરાયો પ્રયાસ.

ProudOfGujarat

ફિલિપ્સ કાર્બન કંપની તેમજ પાલેજ પંચાયત દ્વારા 1200 કુટુંબને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!