નર્મદા જિલ્લામાં રાજના જૂના એકડા પાટીદાર સમાજના પ્રમુખની ચૂંટણીમાં પ્રફુલ મોતિભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણીપટેલ છાત્રાલય રાજપીપળા ખાતે યોજવામાં આવી હતી. સમગ્ર ચૂંટણીમાં સમાજના ૩૦ ગામની ગામ કમિટી તરફથી કારોબારી સભ્યો નીમવામાં આવ્યા હતાજેમણે મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ ગુજરાત પ્રદેશ મંત્રી પ્રફુલ મોતિભાઈ પટેલ (પારેખ ) અને માર્કેટિંગ યાર્ડ અને જીન બજારનાં ચેરમેન દિનેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ફરી એકવાર ૩૦ ગામના રાજના જૂના એકડા પાટીદારોએ પ્રફુલ પટેલને સુકાન સોંપ્યું હતું અને પ્રમૂખ તરીકે પ્રફુલ પટેલ નિમાયા હતા. જોકે સામેના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ભચરવાડાની પ્રફુલ પટેલ સામે હાર થઇ હતી. જોકે બન્ને હરીફ ઉમેદવારો પ્રફુલ પટેલ અને દિનેશ પટેલ સાળા-બનેવી થાય છે એ જોતા સાળાની બનેવી સામે જીત થઈ હતી.
અંત્રે ઉલ્લેખનીય છે કે, પ્રફુલભાઈ પટેલ નિવૃત માધ્યમિક આચાર્ય રહી ચુક્યા છેઅને અગાઉ તેમના મોટાભાઈ ચંદુભાઈ મોતીભાઇ પારેખ પણ
લાંબા સમય સુધી અધ્યક્ષ રહી ચૂક્યા હતા. તેમના અવસાન બાદ પ્રફુલભાઈએ પણ પ્રમુખપદ શોભાવ્યું હતું. પાટીદાર સમાજે આજે ફરી એકવાર પ્રફુલભાઈ પટેલને પ્રમુખપદે બેસાડતા સમાજના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા