Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરકારી વિજ્ઞાન કોલેજમાં વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની કરાઇ ઉજવણી.

Share

માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા બીજી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને માયા તળાવની મુલાકત માટે લઇ જવામાં આવ્યા હતા તથા પક્ષીદર્શન કરાવવામાં આવ્યું હતું. માયા તળાવ ખાતે ડૉ. રાજેશ સેનમા દ્વારા વેટલેન્ડ બર્ડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી તથા પક્ષીદર્શન અને પક્ષી ઓળખ કઇ રીતે કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા જલપ્લાવિત વિસ્તારોનું મહત્વ જણાવ્યું હતું તથા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો આદીવાસી સંસ્કૃતિનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

ડૉ. અરૂણ ધોળકીયા દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કરવામાં હતું તથા જલપ્લાવિત વિસ્તારનું મહત્વ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત વિશ્વ, ભારત અને ગુજરાતની રામસર સાઇટ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડૉ. રાજેશ સેનમા દ્વારા જલપ્લાવિત વિસ્તારો અને નિવસનતંત્રમાં તેમના મહત્વ વિષે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ તથા જાહેર જનતામાં જાગૃતતા આવે છે એમ જણાવવામાં આવ્યું હતું.  

કોલેજના અધ્યાપક ડૉ. નિશાંત જુન્નર્કર, ડૉ. અનિલ સિંઘ, તમન્ના ચૌધરી, પિનલ ઠાકોર તથા વિદ્યાર્થીઓ દ્વારા માયા તળાવની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. 

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે વડોદરા-મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

ProudOfGujarat

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!