Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્પોર્ટસ વીકની ઉજવણી.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે સપ્તધારા અંતર્ગત ખેલકૂદ, વ્યાયામ અને યોગધારા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 100 મીટર દોડ, કબડ્ડી, ખો-ખો, બેડમિન્ટન, ચેસ તથા ક્રિકેટ જેવી સ્પર્ધાઓનું ઇન્ટર ક્લાસીસ ટુર્નામેન્ટનું આયોજન કરી ઉજવણી કરાઈ હતી.

આ સમગ્ર સ્પર્ધાઓનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. ડૉ. વાય. એલ. ચૌધરી તથા વ્યાયામ અને યોગ ધારાના સંયોજક પ્રા. કુમાર ગામીત, નિખિલ ચૌધરી, અબુ સુફિયાન અને ગ્રંથપાલ તૃપ્તિ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ કે. ચૌધરીના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરી રમતગમત ક્ષેત્રે આગળ વધી પોતાનું અને કોલેજનું નામ રોશન કરવા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા ખેલાડીઓને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ મારૂતીવાન સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને દ્વારા ભાવ વધારાથી લોકોમાં મોંઘવારીનો માર વધ્યો.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ – સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મુસાફરોમાં આનંદની લાગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!