પ્રાપ્ત વિગતો અનુસાર વાવ ખાતે ડેડીયાપાડા-સાગબારા તાલુકાના PSI-LRD ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી બે મહિના સુધી SRP ગૃપ-૧૧ વાવ (સુરત) ખાતે PSI તથા LRD ( લોક રક્ષક ) ની શારિરીક કસોટી ( ફીજીકલ ગ્રાઉન્ડ ટેસ્ટ ) ચાલુ હતી. તે દરમ્યાન આંજણવઈ ગામના સરકારી કર્મચારીઓ દ્વારા આંજણવઈ ગામના નાયબ કલેલટર મિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રણજીતભાઈ વસાવા તથા ભરૂચ ટ્રેઝરી ઓફીસ ખાતે ફરજ બજાવતા અલ્કેશભાઈ ( પિન્ટુભાઈ ) નાઓએ નર્મદા જીલ્લાના અંતરિયાળ અને ઉંડાણ વિસ્તારમાંથી ગરીબ અને આર્થિક પરિસ્થિતી નબળી હોય તેવા PSI તથા LRD ( લોક રક્ષક ) માટે SRP ગૃપ-૧૧ વાવ (સુરત) ખાતેના ગ્રાઉન્ડની બિલકુલ સામે રાત્રી રોકાણ કરી શકે તે માટે રહેવાની ઉત્તમ નિ:શુલ્ક સગવડ કરી આપવામાં આવેલ અને તા.૦૩/૧૨/૨૦૨૧ થી તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી રોજે રોજ પોલીસ ભરતી માટે દોડવા જનાર ઉમેદવારોનો સંપર્ક સહેલાઈથી કરી શકાય તે માટે એક ગુગલ ફોર્મ બનાવવામાં આવેલ જે ગુગલ ફોર્મ આધારે કુલ ૧૨૭૫ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરી નિ:શુલ્ક રહેવા માટેની સગવડનો લાભ લીધેલ છે અને આ નિસ્વાર્થ સેવા માટે આંજણવઈ ગામના કર્મચારીઓ (૧) મિતેશભાઈ મુળજીભાઈ વસાવા નાયબ કલેકટર છોટા ઉદેપુર(૨) રણજીતભાઈ રામજીભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરૂચ (૩) અલ્કેશભાઈ (પિન્ટુભાઈ) મુળજીભાઈ વસાવા ટ્રેઝરી ઓફિસ ભરૂચ (૪) રામસીંગભાઈ ગામીયાભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરૂચ (૫) સુરતીબેન રામસીંગભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરૂચ (૬) રવિન્દ્રભાઈ નુરજીભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરૂચ (૮) રાજેશભાઈ નુરજીભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ અમદાવાદ (૯) રાજેશભાઈ રામસીંગભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ અમદાવાદ (૧૦) ખાનસીંગભાઈ રામસીંગભાઈ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરત (૧૧) શંકરભાઈ નગરીયાભાઈ વસાવા પોલીસ ભરૂચ (૧૨) રાયસીંગભાઈ મારગીયાભાઈ વસાવા SRP (૧૨) જયેશભાઈ મારગીયાભાઈ વસાવા તલાટી (૧૩) રાકેશભાઈ રાયસીંગભાઈ SRP (૧૪) જીતેન્દ્રકુમાર જેઠીયાભાઈ આર્મી (૧૫) નરસિહભાઈ રૂપાભાઈ વસાવા શિક્ષક (૧૬) કલ્પેશભાઈ જાહગુભાઈ વસાવા GISF (૧૭) ધનાભાઈ શંકરભાઈ વસાવા શિક્ષક મોસ્કુટ (૧૮) તૃપ્તિબેન (ચીકુ) અજયભાઈ વસાવા ITI ઈન્સ્ટ્રકટર દેડીયાપાડા (૧૯) મનજીભાઈ ઓલીયાભાઈ વસાવા નિવૃત (૨૦) મુળજીભાઈ નગરીયાભાઈ વસાવા નિવૃત (૨૧) ખાતરીયાભાઈ ઈંદિયાભાઈ વસાવા નિવૃત આ તમામ કર્મચારીઓ પોતાની ફરજ ઉપરાંત પોતાનો કિંમતી અને અમુલ્ય સમય ફાળવી નિસ્વાર્થભાવે સમાજ સેવા કરી આદિવાસી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી આંજણવઈ ગામનુ નામ સમગ્ર નર્મદા જીલ્લામાં રોશન કરેલ છે. તે ઉપરાંત આ સામાજીક સેવાના કામમાં નિલેશભાઈ જેમાભાઈ વસાવા ગામ ચિકદા દરગાહ ફળીયાનાઓએ પણ પ્રેરિત થઈ પોતાનો કિંમતી અને અમુલ્ય સમય ફાળવી પોતાની અમુલ્ય સેવા આપેલ છે.
તાહિર મેમણ