તારીખ 01/02/2022 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ડૉ એન ડી પટેલ મેડમે ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ વહેલી તકે મળે એ માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે ઓનલાઈન મીટિંગ યોજી હતી.
આ સાથે ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન. ડી.પટેલ મેડમે ગત વર્ષે વધ ઘટ કેમ્પ કરતા પહેલા બે દિવસ અગાઉ વહિવટી સુઝથી આગોતરું આયોજન કરી શિક્ષકોના પ્રશ્ન મંગાવી નિર્વિવાદ કેમ્પ કરેલ હતો. 2012 થી જુથ વીમાના પેન્ન્ડિંગ કેસ જેઓની સર્વિસ બુકમાં જૂથ વીમાની બાકી એન્ટ્રી તેમજ અન્ય કવેરીને કારણે લેટ થતું હતું જે માટે જૂથ વીમા માટે જિલ્લા પર કેમ્પ પધ્ધતિ દાખલ કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો અને હજી બાકી કેસ માટે કાળજી રાખી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું.
જી.પી.એફ. આખરી ઉપાડ અને જી.પી. એફ.રેગ્યુલર ઉપાડ માટે પણ કેમ્પ પધ્ધતિ દાખલ કરી પ્રાથમિક શિક્ષકોને સર્વેક્ષણ બાબતે પ્રોત્સાહિત કરી કોઈપણ જાતના ભય વગર 73 % શિક્ષકોને સર્વેક્ષણમાં ભાગ લેવડાવ્યો. વેક્સીનેશન કામગીરીમાં બી.આર.સી, સી.આર.સી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષકો માર્ગદર્શન આપી માનવતાના ઉમદા કાર્યમાં આરોગ્ય વિભાગને સહકાર આપી વિશિષ્ટ કામગીરી કરેલ છે. આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાએ SOE અંતર્ગત ફેન્સી ડ્રેસ સ્પર્ધા સફળનું આયોજન કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જિલ્લામાં કોઈપણ પ્રશ્ન ના ઉભો થાય એવી હરહંમેશ તકેદારી રાખતા સન્માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ડૉ.એન. ડી. પટેલ મેડમને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યકત કરે છે.