Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરેડિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ.

Share

ભરૂચ તાલુકાના વરેડિયા ગામ ખાતે હાલમાં જ ચાર્જ સંભાળનાર ગ્રામ પંચાયત ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. ગામના હાઇવે પ્રવેશદ્વારથી રેલવે ફાટક સુધી માર્ગની આજુબાજુ જમા થયેલો કચરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા એક જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરાયો હતો.

સમગ્ર કામગીરી ગામના સરપંચ, ડે.સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી. ગામના માર્ગોની આસપાસનો ભાગ સ્વચ્છ બનતા ગામનું વાતાવરણ પણ હવે સ્વચ્છ બનશે. સાથોસાથ ગ્રામ પંચાયતે ગ્રામજનોને અપીલ કરી હતી કે કચરો ગમે ત્યાં ન નાખી એક ચોક્કસ ઠેકાણે નાખવો જેથી તેનો નિકાલ સમયાંતરે યોગ્ય રીતે કરીને વાતાવરણ ને દૂષિત થતું અટકાવી શકાય.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરતના પરવટ પાટિયા નજીક ફુગ્ગાનો ગેસ સિલિન્ડર ફાટતા 1 નું મોત, 2 ઘાયલ

ProudOfGujarat

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

ProudOfGujarat

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!