Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના તબીબોએ ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાની જિંદગી બચાવી.

Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કેવડી ગામના વતની ૬૦ વર્ષની ઉંમરના વયસ્ક મહિલા તડવી રતુબેન નટુભાઈને છેલ્લા ત્રણ વર્ષથી પેટમાં દુખાવો અને પેટના ફુલાવવાની અસહ્ય તકલીફ હતી. તપાસના અંતે માલુમ પડયું કે બેનને આખા પેટમાં સમાય એટલી ખૂબ જ મોટી અંડાશયની ગાંઠ છે.

આખરે તા. ૧ લી ફેબ્રુઆરીના રોજ ઋતુ હોસ્પિટલ રાજપીપળાના ગાયનેક તબીબો ડો.શાંતિકર વસાવા, ડો. હસમુખ વસાવા, ડો.બિનલ પટેલ તથા એનેસ્થેટિક ડોક્ટર જાદવ તેમજ ઋતુ હોસ્પિટલની ટીમ દ્વારા ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પીડિત મહિલાને પીડામાંથી મુક્તિ આપી મહિલાની જિંદગી બચાવી લીધી હતી. ભાગ્યે જ જોવા મળતી આ ગાંઠના સફળ ઓપરેશન પછી હાલ દર્દીની તબીયત સ્થિર અને સુધારા પરહોવાનું ડો. શાંતિકર વસાવાએ જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી કોરોના વાયરસને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે બિનખેતીની ન હોવા છતાં બાંધકામ !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!