સુરતના સિંગણપોર વિસ્તારમાં 40 જેટલી દુકાનો અને મનપાના કતારગામ ઝોન દ્વારા સીલ મારતા રજૂઆત માટે દુકાનદારો શહેરી વિકાસ મંત્રીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા પરંતુ મંત્રી ખુદ તેમના કાર્યાલય પર હાજર ના હોય આથી દુકાનદારો દ્વારા કાર્યાલયની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો.
ટૂંક સમય પહેલાં સુરતના સિંગણપોર વિસ્તારમાં મનપા દ્વારા ૪૦ જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા કામગીરી સતત ચાલુ રહેતા લારીવાળાઓ અને દુકાનદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દુકાનદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નાના પાયે કામ કરતા લોકોને રોજીરોટી છીનવાઇ જતા લારીવાળાઓ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ ધારાસભ્ય તેમના કાર્યાલય પર ઉપસ્થિત ના હોય આથી દુકાનદારોએ વિનુ મોરડિયાની હાય બોલાવી હતી અને સંખ્યાબંધ દુકાનદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આગામી સમયમાં જો દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે તો જાતે જ સીલ ખોલી દેવાની ચીમકી પણ આ તકે દુકાનદારોએ ઉચ્ચારી હતી.