Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા મથકે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા મથકે આજરોજ નવા ઇ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાઢવાનો તેમજ આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઝઘડિયા પોસ્ટ ઓફિસના સહયોગથી અને ઝઘડિયા પોસ્ટ ઇન્સ્પેક્ટર મિતેશભાઇ વડાદિયા, પોસ્ટ માસ્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ તથા સ્ટાફના પ્રયાસથી આજરોજ યોજાયેલ આ પ્રજાલક્ષી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓએ ઇ શ્રમ કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડને લગતી કામગીરી ઉપરાંત આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની કામગીરીનો લાભ લીધો હતો. ગ્રામજનોને કેમ્પની જાણ થતાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાના કામો બાબતની કામગીરી નીપટાવી હતી. પોસ્ટ વિભાગ દ્વારા અત્રે આવેલ લાભાર્થીઓને તેમના કામો અંગે સમજ આપી હતી. સ્થાનિક સ્તરે જરુરી કામોને લગતો કેમ્પ યોજાતા ગ્રામજનોમાં ખુશી ફેલાવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

 નેત્રંગ ગ્રામ પંચાયતનાં ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૩૦ ચાલુ છે, બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે.

ProudOfGujarat

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 11 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા બાપ ની પોલીસે ધપકડ કરી હતી

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની બાજુ માં તૈયાર થતા નવા બ્રિજ ની કામગીરી માં વેલ્ડીંગ ની કામગીરી કરતા શખ્સ ને કરંટ લાગતા મોત થયું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!