નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા અને ગુજરાતમાથી મહારાષ્ટ્રમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી રહે છે. પોલીસ દારૂ પકડે પણ છે પણ બુટલેગરો હૈ કિ માનતે નહીં. પોલીસન ઐસી કી તૈસી કરતાં નાના મોટા બુટલેગરો દારૂનો વેપલો પાછલે બારણેથી કરતાં જ હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે મોટા પાયે દારૂ પકડાયો છે. હવે બુટલેગરો ફરી સક્રિય થતાં એલસીબી પોલીસે લાલ આંખ કરીને ડેડીયાપાડા પંથકમાંથી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે.
જેમાં ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીની કન્ટેનરમાંથી ૧૨,૮૧,૦૦૦/ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. જેમાં દારૂના મુદ્દમાલ સાથે સાથે કિ.રૂ. ૨૨,૮૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ એલ.સી.બી. નર્મદા પોલીસે કરી છે. હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરએલ.સી.બી. નર્મદાને મળેલ બાતમી અનુસંધાને ડેડીયાપાડા વિસ્તારના માચ ચોકડી ખાતે વોચ તેમજ વાહન ચેકીંગમાં હતાતે દરમ્યાન એક ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) રજીસ્ટ્રેશન નં. MH-05-DK-4485 ની શંકાસ્પદ રીતે આવતા તેને રોકી મીની કન્ટેનરના વાહન ચાલક આશિષકુમાર રાજધારી વર્મા (રહે.પુરશોત્તમનગર પો.સરખેલ્પર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી મળતા વાહનની ઝડતી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૫૨૪ કિ.રૂ. ૧૨,૮૧,૦૦૦/-ની મળીઆવેલ. ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) ચાલક આશિષકુમાર રાજધારી વર્મા
(રહે. પુરશોત્તમનગર પો.સરખેલપુર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને ઝડપીપાડી વિદેશી દારૂની બોટલોનંગ-૧૦૫૨૪ કિ.રૂ. ૧૨,૮૧,૦૦૦/-તથા ટાટા ટેમ્પો-૧ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૧
કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨૨,૮૩,૫૦૦/-નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા