ભરૂચ નગરના મુખ્ય અને ગીચ વસ્તી ધરાવતા એવા નવી વસાહત વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૫૦ હજાર કરતા વધુની મતાની ચોરી કરી હતી. ભરૂચ પંથકમાં તસ્કરોએ ગતરોજ રાત્રિના સમયે હેટ્રીક નોંધાવી હોય તેમ નવી ઘસાહતમાં બે ઘરફોડ ચોરી તેમજ ચકલા વિસ્તારમાં ૧ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.
શહેરના ભરચક વિસ્તાર એવા નવી વસાહતમાં ગતરોજ રાત્રિના બનાવી રૂ ૫૦ હજાર ઉપરાંતની મતાની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભરૂચની નવી વસાહતમાં પ્રવિનભાઈ જાદવના મકાનના આગળના દરવાજાનો નકૂચો તોડી પ્રવેશ કરીને ચોરોએ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના રોડ રકમ મળી કુલ રૂ.૫૦ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નવી વસાહતમાં ચોરીની ઘટનાની જાણ આજુબાજુના પાડોશીઓને થતા પાડોશીઓએ હેમંત ટેલર કે જેવો ઉજજૈન દર્શન કરવા ગયા હતા તેમને ધરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ એ ડીવીઝન પોલીસ મથકને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નવી વસાહતની આ બે ઘરફોડ ચોરી ઉપરાંત મળતી માહિતી મુજબ ચકલા વિસ્તારમાં આવેલ કેસુરમામાના ચકલામાના ભૂતનાથ ફળીયામાં રહેતા દમયંતીબેન શંકરભાઈ જાદવના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ. જોકે આજે બપોરે ૪ વાગ્યે ભરૂચ સીટી પોલીસનો સંપર્ક કરતા તેમણે આવી ચોરીનો બનાવ નોંધાયો ન હોવાનું જણાવ્યુ હતું.