અમદાવાદના ધંધુકામાં તાજેતરમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરાના ભરવાડ સમાજ દ્વારા બાઇક રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવાયું છે.
આજે વડોદરામાં ધંધુકાની ઘટનાના પગલે માલધારી સમાજ દ્વારા એલ એન્ડ ટી સર્કલથી મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન દ્વારા કલેકટર સમક્ષ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે માલધારી સમાજના યુવાન પર થયેલી હત્યાના મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ તકે માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement