Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધોધંબાના ચેલાવાડાના ડુંગરોનો નયનરમ્ય નજારો માણવા હાલમાં પણ આવે છે અનેક સહેલાણીઓ.

Share

ઇડરનો ડુંગર એની તોતિંગ શિલાઓ માટે મશહૂર છે એના વિશાળ ખડકો જાણે કે પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાના ગીતો સદીઓથી ગીતો ગણગણી રહ્યાં છે. જોકે ગીત ગાતાં પથ્થરોને સાંભળવા હોય તો છેક ઇડર સુધી જવાની જરુર નથી. બસ વડોદરાથી પાવાગઢ થઈને ઘોઘંબા તરફ જાવ તો ચેલાવાડા પાસે નાના નાના ડુંગરો પર, અગણિત શિલાઓ જાણે કે ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામની કલ્પના અને સંગીતને સાકાર કરતાં ગીતો ગણગણી રહી છે. જેમ કે
સાંસો કે તાર પર..
ધડકન કી તાલ પર..
દિલ કી પુકાર કા..
રંગ ભરે પ્યાર કા…
ગીત ગાયા પથ્થરો ને…
આ ડુંગરો પર ઠેર ઠેર મોટા મોટા ખડકો કોઈ ટેકા વગર એકબીજાને અડેલીને વર્ષોથી અડીખમ કોઈની પ્રતીક્ષા કરી રહ્યાં છે. ડુંગર પરથી દૂર દૂર વહેતી નદીનો નજારો જોનાર માટે નયનરમ્ય બની રહે છે. હરિયાળી એની શોભા વધારે છે. માતા પ્રકૃતિની બરછટ સુંદરતા પથરાળ હોવા છતાં રમ્ય લાગે છે. આ ચેલાવાડા આદિજાતી સમુદાયોના પ્રકૃતિના દેવ જેવા બાબાદેવનું તીર્થધામ છે.
પાવાગઢથી ઘોઘંબાના રસ્તે ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે. લોકો અહીં બાધા માનતા પૂરી કરવા, દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટીના ઘોડા ચઢાવવા, બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે. નવ દંપતીને બાબા દેવના દર્શન કરાવવામાં આવે છે આ ખૂબ પવિત્ર દેવસ્થાનક (મંદિર) છે. દેવ નામની એક નાનકડી નદી આ ડુંગરમાંથી જ નીકળે છે. બાબા દેવના પવિત્ર ડુંગરમાંથી નીકળતી હોવાથી જ એનું નામ દેવ પડ્યું છે. પથ્થરો પણ રમ્ય હોય એની અનુભૂતિ આ જગ્યા કરાવે છે. મધ્ય ગુજરાતના દેવગઢ બારીયા, રતન મહાલ, છોટાદેપુરમાં તેજગઢ અને કેવડી પાસે આવા પથ્થરિયા ડુંગરો આવેલા છે.

Advertisement

Share

Related posts

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તાનાજી એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તાએ વાયરલ ગીત બદનામ બદામ પર ડાન્સ કરતાં સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!