Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના એક ગામે બંદુકની અણીએ મહીલા પર થયેલ દુષ્કર્મ વીથ લુંટના ગુનાનો આરોપી ઝડપાયો.

Share

ગત તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના એક ગામે ભોગ બનનાર બહેન અન્ય મહીલાઓ સાથે સીમમાં તુવેર વીણવા ગયેલ હતી અને આ વખતે મહીલાઓ સામે આરોપીએ ખેતરમાં ગંદા ઇશારા કરતા ત્રણેય મહીલાઓ ગભરાઇ ગયેલ અને ભાગવા લાગતા આ આરોપી ત્રણેવ મહીલાની સામે આવી ગયેલ અને બંદુક જેવુ હથિયાર બતાવી સામે તાંકીને ભયમા નાંખી ડરાવી ધમકાવીને ભોગ બનનાર બહેનનો હાથ પકડી, નજીકના શેરડીના ખેતરમાં લઇ જઇ, મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ અને ભોગ બનનાર મહીલાનો મોબાઇલ ફોનને આંચકી લઇ ગયેલ જે બાબતે નબીપુર પોલીસ મથક ખાતે દુષ્કર્મ વીથ લુંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ આ ગંભીર ગુનાના આરોપીને ઝડપથી ઝડપી પાડવા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસને સુચના આપી હતી.

જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક ભરૂચ તથા પો. ઇન્સ.એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, ભોગ બનનાર તથા સાહેદોને મળી બનાવથી અવગત થઇ આરોપીની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી થોડે દુર એક નંબર પ્લેટ વગરની બીનવારસી હોન્ડા સાઇન મોટર સાયકલ મળેલ જે મોટર સાયકલ બાબતે રાજય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ ઇ – ગુજકોપ અંતર્ગત આપેલ ” મોબાઇલ પોકેટ કોપી આધારે મો.સા.રજીસ્ટેશન તથા વાહન માલીકની માહીતી મેળવી સ્થાનિક પોલીસની એક ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા મો.સા.ના માલીક દ્વારા પોતાની મોસા, જયેશ વસાવાને છેલ્લા બે મહિનાથી વાપરવા આપેલ હોવાની હકીકત જણાવતા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપી જયેશ વસાવા સુરત ગ્રામ્ય જીલ્લાના મોરથાણા ગામેથી લૂંટમાં ગયેલ મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. સદર આરોપીની મનોવૈજ્ઞાનીક ઢબે સધન અને ઉંડાણપુર્વક પુછપરછના અંતે આરોપી ભાંગી પડેલ અને ગુનો કર્યાની કબુલાત કરતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આ ગુનામાં વપરાયેલ હથીયાર તથા અન્ય બીજા મુદાઓસરની વધુ તપાસ પો.સ.ઇ. નબીપુર પો.સ્ટે.નાઓ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્યે મુખ્યમંત્રીને રાખડી બાંધી.

ProudOfGujarat

સાંસદ તમારે દ્વાર – કેન્દ્રમાં મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી

ProudOfGujarat

ભરૂચ ખાતે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!