નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ૭૩ મા ગણતંત્ર દિવસની સાદગી પૂર્ણ રીતે ઉજવણી થઇ લોકોએ આનંદ ઉત્સાહના માહોલમા રાષ્ટ્રધ્વજને સલામી આપી તો બીજી તરફ મામલતદાર કચેરીથી લઇને તાલુકા પંચાયત સહિત ગ્રામપંચાયત થકી ગણતંત્ર પર્વની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકાઓની વહેચણી નહિ કરવામા આવી હોવાની લોકચર્ચાઓ થઇ છે. કહેવાય છે કે કોરોનાની ત્રીજી લહેરને લઇને કદાચ આમંત્રણ પત્રિકાઓની વહેચણી કરવામા નહિ આવી હોઇ.
નેત્રંગ નગર સહિત તાલુકા ૭૮ ગામોમા ૭૩ મા ગણતંત્ર પર્વની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી. નેત્રંગ ગ્રામપંચાયત ખાતે સરપંચ હરેન્દસિહ દેશમુખના વરદ હસ્તે, મુખ્ય પ્રાથમિક કુમાર – કન્યા શાળા ખાતે ઉપસરપંચ અક્ષયકુમાર લાડના વારદ હસ્તે, વનવિભાગની કચેરીમા આર. એફ. ઓ એસ. યુ ધાંચીના વારદ હસ્તે તેમજ મામલતદાર કચેરી ખાતે ઇન્ચાર્જ મામલતદાર નવનીત પટેલના વારદહસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામા આવી હતી. નગરમા આવેલ ભકત હાઇસ્કૂલ, આદર્શ નિવાસી શાળા, આર,કે ભકત વિધાલય, સાંદીપની શાળા સહિત નેત્રંગ નગરમા આવેલ નાની મોટી કચેરી ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપવામા આવી હતી. તાલુકા ભરમા આવેલ શાળાઓ ગ્રામપંચાયત કચેરીઓ ખાતે પણ ૭૩ મા ગણતંત્ર દિવસની આનંદ ઉત્સાહના માહોલમા સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી. નેત્રંગ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ એન. જી. પાંચાણી સહિત સ્ટાફ થકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત પેટ્રોલીગ કરવામા આવ્યુ હતુ. નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા શાંતિપૂર્ણ માહોલમા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઇ હતી.
નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.
Advertisement