રાજપીપલા નગરપાલિકાના સત્તાધીશોનો અણઘડ આવડતનો નમૂનો જોવામાં આવ્યો છે. જેમાં 26 મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમના આમંત્રણ કાર્ડ વર્ષો પહેલાની જૂની પત્રકારોની યાદી લઈને કર્મચારીને આમંત્રણ કાર્ડ આપવા મોકલતા નગરપાલિકાનો અણ આવડતનો નમૂનો જોવા મળ્યો હતો.
માત્ર 12 પત્રકારોની ટાઈપ કરેલી મળી જેમાં બીજા નામ હાથથી નીચે લખવા પડ્યા પણ ખાટલે મોટી ખોડ એ જોવા મળી કે જેમાં કેટલાક એવા પત્રકારોના નામો જોવા મળ્યા જે આજે ઘણા વર્ષોથી પત્રકારનું કામ પણ કરતાં નથી! તેવા પત્રકારોના નામની વર્ષો જૂની અપડેટ થયાં વગરની ખોટી અને અધૂરી યાદી નગરપાલિકાના સત્તાધીશોએ 26 મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમના આમત્રંણ કાર્ડ માટે અધૂરી યાદીમાં સહી કરાવી કાર્ડ આપ્યા ત્યારે પત્રકારો પણ ખુદ ચોકી ઉઠયા!. આશ્ચર્યની વાત તો એ હતી કે કેટલાક નામ આગળ પોતે તંત્રી ન હોવા છતાં તંત્રીનું લેબલ લગાવી દેવાયું હતું. તો કેટલાક પત્રકારો આજે જે અખબારમા કામ કરતાં હોય તેને બદલે વર્ષો પહેલા કોઈ બીજા આખબારમા કામ કરતાં હોય તો તે જૂની યાદી પધારવી દેવાઈ! બીજા આઠ પત્રકારોના નામ હાથથી નીચે લખ્યા છે અને બીજા ઘણા બધા પત્રકારોના તો નામ તો જ યાદીમાંથી ગાયબ થઈ ગયા છે!. એ જાણીને પત્રકારોને પણ આશ્ચર્ય થયું છે.
આમ તો પત્રકારોની યાદી અપડેટ કરવાની જવાબદારી ચીફ ઓફિસર કે નગરપાલિકા પ્રમુખની છે. પણ એમણે યાદી ચકાસ્યા વગર જ જૂની યાદી કર્મચારીને પકડાવી દીધી.! જેને કારણે 26 મી જાન્યુઆરીના ધ્વજવંદનનું આમંત્રણ ઘણા પત્રકારને મળ્યું જ નહીં એટલે એ પત્રકારો કાર્યક્રમમા દેખાયા જ પણ નહીં! ક્યાંથી દેખાય, આમંત્રણ પહોંચ્યું જ ના હોય તો!
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા સત્તાધીશોએ “રાજપીપલા નગરપાલિકા પ્રેસ” નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ છે એમાં કરંટ 19 જેટલાં પત્રકરોને સમાવ્યા છે. તો એમના નામ નગરપાલિકાની યાદીમા કેમ ના સમાવાયા? એ આશ્ચર્યની વાત છે. નગરપાલિકા પાસે પત્રકારોની યાદી ન હોય તો માહિતી અધિકારી પાસેથી પણ માંગી શક્યા હોત. ત્યારે નગરપાલિકા સત્તાધીશીને એટલું જ જણાવવાનું કે જાગ્યા ત્યારથી સવાર. પોતાની ભૂલ સુધારીને નવી યાદી બનાવે. શું નગરપાલિકા પોતાની ભૂલ સુધારશે ખરી?
જ્યોતિ જગતાપ, રાજપીપલા