ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ધ્વજવંદન કર્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત તેમજ વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ વેળાએ મંત્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. સી.એસ.આર. પ્રોજેક્ટના ભાગરૂપે પખાજણ પી.એચ.સી. માટે એમ્બ્યુલન્સ વાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત મંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે પાત્રતા ધરાવતાં અધિકારી-કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઈન વર્કરોને પ્રિકોશન ડોઝ સહિતના કેમ્પનું આયોજન ધરાયું હતું જેનું નિરીક્ષણ મંત્રી તથા મહાનુભાવો ધ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.
Advertisement