વડોદરામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરફરની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા ગ્રામ્ય એસ.ઓ. જી. ની ટીમે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં બે પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધા હતા.
વડોદરા ગ્રામ્ય એસ. ઓ. જી દ્વારા પરિણામલક્ષી કામગીરી માટે તાજેતરમાં રેફરલ ચોકડી, જરોદ, વાઘોડિયા ખાતે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરેલ હોય જે કામગીરી દરમિયાન રાજસ્થાન રાજ્યની નંબર પ્લેટ લગાવેલ બોલેરો પિકઅપ ગાડીમાં બે શખ્સો (1) રાકેશ શંકરલાલજી દેવીલાલજી ગાયરી રહે. બરોઠા ગામ બસ સ્ટેન્ડ પાસે, થાના હથુનીયા તા.જી. પ્રતાપગઢ રાજસ્થાન (2) વિનોદ રમેશ ટેકાજી મીણા તા. જી. પ્રતાપગઢ રાજસ્થાન નાઓ ગાડીમાં લસણનો જથ્થો ભરીને આવતા હોય તેઓને વાઘોડિયા ખાતે રોકીને પૂછપરછ કરતાં તેઓના વાણી વર્તન શંકાસ્પદ જણાઈ આવતા બંને શખ્સોની આકરી પૂછતાછ કરતાં ગાડીમાં તલાશી લેતા લસણના 1510 કુલ જથ્થાની નીચે પોશદોડા ભરેલ 10 થેલા 191 કિગ્રા કિં. રૂ. 5,74,740 અને લસણના જથ્થાની કિં. રૂ. 30,200 તેમજ 2 મોબાઈલ ફોન કિં. રૂ.8000 તથા બોલેરો પિકઅપ ગાડી કિં. રૂ. 5,00,000 મળી કુલ રૂ.11,12,940 નો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.