Proud of Gujarat
INDIAFeaturedGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના પરિપત્ર અનુસાર ” દીકરીની સલામ દેશને નામ ” કાર્યક્રમ અંતર્ગત ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી પિનલબેન કિરીટભાઈ પટેલના વરદહસ્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ હતો.

દીકરીને શિલ્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતી તથા દીકરીના માતા – પિતાને સ્મૃતિપત્ર આપી તેઓનું પણ સન્માન કરવામાં આવેલ હતું. તેમજ 22 મી જાન્યુઆરી 2021 થી 22 મી જાન્યુઆરી 2022 દરમિયાન જન્મેલ દીકરીની માતાનું પણ આ તબક્કે સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ આપી સન્માન કરવામાં આવેલ હતું સાથે વાલીમીટીંગનું પણ સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગામના નવનિયુક્ત સરપંચ નવનીતભાઈ ઠાકોરભાઈ પટેલના હસ્તે પણ ગામ પંચાયત સાહોલના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ પ્રસંગે સાહોલ શાળાના આચાર્યા પારસબેન છગનભાઈ પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી, તેજસકુમાર રસિકભાઈ પટેલ, નિતેશકુમાર દામાભાઈ ટંડેલ , ડેપ્યુટી સરપંચ હેમલત્તાબેન સંજયભાઈ સલાટ, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, આશાવર્કર વીણાબેન પટેલ, પંચાયત સભ્યો, એસ.એમ.સી સભ્યો સાહોલ, મધ્યાહન ભોજન યોજના સભ્યો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાહોલ શાળાના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું તેમજ પૂર્ણાહૂતિ શાળાના શિક્ષક તેજસકુમાર રસિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રતનપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિટાયર્ડ રેલ્વે ઓફિસરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

रितिक रोशन ने आईआईटी-जेईई में आनंद कुमार के “सुपर 30” छात्रों को उनकी उपलब्धि पर दी बधाई!

ProudOfGujarat

કલેક્ટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!