નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા ગરીબ આદિવાસી દર્દીઓ માટે ફોકડી ગુપ ગ્રામપંચાયતના પૂર્વ મહિલા સરપંચે ધાબળાનુ દાન કરતા હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓમા આનંદની લાગણી ફરી વળી છે.
નેત્રંગ રાજપારડી રોડ આવેલ ઉડી ગામમા રહેતા ઉર્મિલાબેન દલુભાઇ વસાવા કે જેઓ ફોકડી ગુપ ગ્રામપંચાયત ના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચુકયા છે. ઉર્મિલાબેન વસાવા નેત્રંગ પંથકમા એક આદિવાસી સમાજના અગ્રણી સામાજીક કાર્યકર હોય કોરોના કાળ દરમ્યાન તેઓ થકી ગ્રામ્ય વિસ્તારોમા અનાજની કીટનુ વિતરણ કરવામા આવેલ તેમજ આદિવાસી વિધવા મહિલાઓને સાડીઓનુ વિતરણ કરવામા આવ્યુ છે. તાલુકાની કેટલીક શાળાઓમા બાળકો માટે પુસ્તકો નોટોનુ પણ વિતરણ કરવામા આવ્યુ છે. તાજેતરમા પોલીસ ભરતીમા આદિવાસી બાળકોને મફત ટ્રેનિંગ આપવા કલાસ શરૂ કર્યો હતો. ત્યારે નેત્રંગ રેફરલ હોસ્પિટલમા સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓ માટે શીયાળાની કાંતિલ ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે તેઓ થકી ૫૦ નંગ ગરમ ધાબળા આપવામા આવતા રેફરલ હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓમા આનંદની લાગણી ફરી વળી છે.