ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના રૂ.૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર મુખ્ય રોડનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાડા ખાતે, સારંગપુર ગામે વણજારા વાસથી રાજપીપળા હાઈવે સાથે જોડતો સીસી રોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જીતાલી જી.આઈ.ડી.સી. રોડનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબધ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ લોકોના સંપર્કમાં રહીને તેમની લાગણીઓ અને માંગણીઓ પર પુરતુ ધ્યાન કેન્દ્રિત કરીને વધુમાં વધુ વિકાસ કામો સમયબધ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી આયુષ્યમાન ભારત, વૃધ્ધ સહાય, વિધવા સહાય, ઈશ્રમિક કાર્ડ જેવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ગામના સરપંચશ્રીઓ, આગેવાન પદાધિકારી, ગામ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના તૈયાર થયેલ ચાર રોડનું કરાયું લોકાર્પણ.
Advertisement