કોવીડને અનુલક્ષીને રાજ્ય સરકારે દરેક જિલ્લા માટે લાયઝન અધિકારીની નિમણુક કરી છે. વડોદરા શહેર અને જિલ્લાના કોવીડ લાયઝન અધિકારી તરીકે તબીબી શિક્ષણના અધિક નિયામક ડો.રાઘવેન્દ્ર દીક્ષિત જવાબદારી સંભાળી રહ્યાં છે. કોવીડ સારવારની સજ્જતા અને રસીકરણ સહિતની બાબતોના નિરીક્ષણ અને સમીક્ષા માટે ગઈકાલે વડોદરા શહેર પછી ડો.દીક્ષિતે આજે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાદરા તાલુકાની મુલાકાત લઈને સી.એચ.સી.અને પી.એચ.સી.કક્ષાએ કોવીડ સારવાર વ્યવસ્થાઓ ની તેમણે ઝીણવટભરી ચકાસણી કરી હતી. તે દરમિયાન તેમણે ઝૂમના માધ્યમથી જિલ્લાના તબીબી અધિકારીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે પાદરા સી.એચ.સી.ખાતે કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલના પરિસરમાં ચાલી રહેલા રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં, તેમણે મુજપુર પી.એચ.સી.ખાતે ગ્રામ સ્તરે કોરોના વિષયક વ્યવસ્થાઓ અને રસીકરણની જાણકારી મેળવવાની સાથે ધન્વંતરિ રથની મુલાકાત લઈને તેના દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જિલ્લામાં સારવાર વ્યવસ્થાની વિગતવાર જાણકારી આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત તેમની સાથે રહ્યાં હતા.
પાદરા સી.એચ.સી.ખાતે તબીબી શિક્ષણના અધિક નિયામક એ કોરોના સારવાર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ.
Advertisement