નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં કરજણ ડેમમાંથી વાલિયા-નેત્રંગ તાલુકામાં વોટર સપ્લાય માટેની પાઇપ લાઈનની સાઈડ પરથી 410 પાઇપ મળી કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
સુરતના ભટાર વિસ્તારમાં આવેલ તુકારામ સોસાયટીમાં રહેતા રમેશ મૂળજી ઠુમર વાલિયા-નેત્રંગ તાલુકામાં કરજણ ડેમમાંથી વોટર સપ્લાય માટેની પાઇપ લાઈન નાખવાની કામગીરી કરી રહ્યા છે જેઓની સાઇટ નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ છે જે સાઇટ પર તમામ સામાન મુકવામાં આવે છે જે સ્થળે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામ કામદારો તહેવારની ઉજવણી અર્થે પોતપોતાના વતન ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને આ સ્થળ પર રહેલ 755 પૈકી 410 નંગ પાઇપ લઈ કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement