Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદામાં 24 કલાકમાં કોરોનાના 46 કેસ નોંધાયા.

Share

નર્મદામા કોરોના વિસ્ફોટ ફરી એકવાર વકર્યો છે. થોડા દિવસ પહેલા સીઝનના સૌથી વધારે 84 કેસ નોંધાયા બાદ ફફડાટ ફેલાયો છે આજે વધુ 46 કેસ નોંધાયા હતા. સાજા થયેલા 06 દર્દીઓને રજા અપાઇ છે. તો હોમ આઇસોલેસનમાં 281 દર્દીઓ સારવાર હેઠળ છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના જિલ્લામા એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 32 અને આરટીપીસીઆર મા 14 કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 06 દર્દીઓને આજે રજા અપાઇ છે. આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં 281 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

નાંદોદ તાલુકામા કુલ 09 કેસ, ગરુડેશ્વર તાલુકામા કુલ 07 કેસ, ડેડીયાપાડા તાલુકામા કુલ 01 કેસ અને સાગબારા તાલુકામા કુલ 15 કેસ જયારે રાજપીપલામા 14 કેસ નોંધાયા છે. જેમાં નર્મદા જિલ્લાના મુખ્ય બે આરોગ્ય અધિકારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે જેમાં મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. કે પી પટેલ તેમજ અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત પણ કોરોના પોઝીટીવ જણાયા છે. બંને હોમ આઇસીલેશનમા છે કોવીડ હોસ્પિટલમા માટે 4 દર્દીઓ દાખલ છે જયારે હોમ આઇસોલેશનમાં જ સૌથી વધારે 281 દર્દીઓ નોંધાયા છે. કોવીડમા મોટે ભાગે કોઈ દાખલ થવા તૈયાર નથી. ખુદ આરોગ્ય અધિકારીઓ જ કોરોનાની લપેટમા છે ત્યારે નર્મદા અને રાજપીપલામા વધતા જતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બન્યા છે. આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ત્વરિત આરોગ્યલક્ષી પગલા લે એવી માંગ થઈ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat

વાંકલ મુખ્યમાર્ગ પરથી પોલીસે શંકાસ્પદ બાયોડિઝલ ભરેલી બે બોલેરો પીકઅપ ઝડપી નવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!