Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ.

Share

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાયું બન્યુ હતું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ શરુ થયેલ નવા વર્ષમાં શિયાળાની મોસમ દરમિયાન કેટલીકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઇને ભરશિયાળે ચોમાસુ જામ્યુ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઇને શિયાળુ ખેતીના વિવિધ પાકોને નુકશાન થવાની ભીતિ ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલમાં શિયાળાની ઋતુ પુરબહારમાં ખીલી છે, ત્યારે કમોસમી માવઠાને લઇને વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી શકે એવી પણ સંભાવના રહેલી છે. કમોસમી માવઠાની અસર સ્વાભાવિક રીતે જનજીવન પર પણ જોવા મળતી હોય છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.

Advertisement

Share

Related posts

ભૂજ -ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતાવાળો અનુભવાયો ભૂકંપનો આંચકો,…..

ProudOfGujarat

સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ભરૂચ દ્વારા વાલ્મિકી સફાઈ કામદારોના પડતર પ્રશ્ર્નો બાબતે નગર પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી…..

ProudOfGujarat

લીંબડીની વિધ્યાર્થીનીનાં ધો. 10 માં પીઆર 99.99 આવતા શાળામાં ખુશીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!