ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલીફિલ (આર.પી.એલ.) કંપની દ્વારા જેસપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન મશીન આપવામાં આવ્યું. મળતી વિગતો મુજબ હાલમાં કોરોના મહામારી ચાલે છે ત્યારે જેસપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન મશીનની સુવિધા ઉપલબ્ધ બનાવાતા તાલુકાની જનતામાં આનંદ છવાયો છે. ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રિતેશભાઇ વસાવાની ભલામણથી અને તેમના સહયોગથી ઉમલ્લાની રાજશ્રી પોલીફિલ લિમીટેડ (R.P.L) કંપની દ્વારા આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન મશીન આપવામાં આવ્યું હતું. જેશપોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાખાનામાં આવતા દર્દીઓને કોરોના કાળમાં મદદરૂપ બને એ ઉદ્દેશ્યથી ઝઘડીયા તાલુકા પંચાયત ન્યાય સમિતીના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા તથા જેસપોર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વસાવાના હસ્તે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ