નર્મદા જિલ્લાની એક માત્ર નગરપાલિકા રાજપીપલામા ફરી એકવાર રાત્રી સફાઈની કામગીરી શરૂ થઈ છે. આ પહેલા પૂર્વ પ્રમુખ સ્વ.અલ્કેશસિંહ ગોહિલે આ રાત્રી સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. હવે તેમના પગલે તેમનો પુત્ર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ બન્યા છે ત્યારે તેમણે પણ આ રાત્રી સફાઈનું અભિયાન પુનઃ ચાલુ કરાવ્યું છે.
આ અંગે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપલા નગરના મુખ્યમાર્ગો છે જ્યા વાહન વ્યવહારની અવરજવર વધુ હોય ત્યાં સવારે સફાઈ કરવામાં મુશ્કેલી પડતી હોય છે અને સફાઈ કરતા ધૂળ ઉડે તો જાહેર જનતાને પરેશાની થાય એટલે રાત્રી સફાઈ કામગીરી શરૂ કરી છે.પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની સૂચનાથી મુખ્ય આધિકારી રાહુલ ઢોડિયાની આગેવાનીમાં સફાઈ કામદારો મુખ્ય માર્ગોની રાત્રી દરમ્યાન સફાઈ કરવામાં આવી તેની સાથે અને ગટરો પણ સ્વચ્છ કરી કચરો પણ રાત્રીના જ ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા