21 જાન્યુઆરી, 2022 ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દેશ-વિદેશના ખુણે-ખુણેથી બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો અને મૉં ખોડલની આરતી કરી હતી.
ભરૂચ ખાતે પણ ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ રૂત કોમ્પલેક્ષ ખાતે સમાજના લોકોએ મૉં ખોડલની આરતી કરીને ખોડલધામ કાગવડથી લાઈવ ટેલીકાસ્ટ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ વેળાએ સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ભરૂચ : શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવને નિહાળી મૉં ખોડલની આરતી કરાઇ.
Advertisement