Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે ગુપ્તી અને ચપ્પુથી હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરાતા પોલીસમાં ફરિયાદ.

Share

ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે ત્રણ ઇસમોને ગુપ્તી તેમજ ચપ્પુ મારીને ઇજાગ્રસ્ત કરાતા ઉમલ્લા પોલીસમાં કુલ ચાર ઇસમો સામે ફરિયાદ લખાવવામા આવી છે. મળતી વિગતો મુજબ ગતરોજ તા. ૨૦ મીના રોજ મહુવાડાનો સંદિપ માધવસંગભાઇ વસાવા નામનો ઇસમ સાંજના સાતેક વાગ્યે પત્નિ સાથે મોટરસાયકલ લઇને તબેલા પર ઢોરોને ચારો નાંખીને પાછો ફરતો હતો, ત્યારે તે વખતે જગદીશ વસાવા નામનો ઇસમ બાંકડા પર બેઠેલો હતો. તેણે સંદિપને રોકીને કહ્યુ હતુ કે વિકાસ ક્યાં છે, તેને બોલાવ આજે એને મારી નાંખવો છે. આ સાંભળીને ઝઘડો થયાનું જણાતા સંદિપના પરિવારજનો ત્યાં આવ્યા હતા. તે વખતે દુધ ડેરી પાછળ સંતાઇ રહેલા મનીશ વસાવાએ તેના હાથમાંની ગુપ્તી, તથા સંજય વસાવાએ કુહાડી તેમજ બાવાભાઇ વસાવા હાથમાં લાકડીનો સપાટો લઇને દોડી આવેલ. તે વખતે મનિશે ગુપ્તી સંદિપના કાકા ગણેશભાઇને મારી દીધી હતી. તેમજ જગદીશ વસાવાએ લોખંડનો પાઇપ યોગેશભાઇ વસાવાને માર્યો હતો. બાવાભાઇ લાકડીનો સપાટો લઇને ધમકી આપતો હતો.તેમજ જગદીશે સંદિપના પિતાને રામપુરી ચપ્પુ મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ હુમલામાં ઇજાગ્રસ્ત ઇસમોને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવ બાબતે સંદિપભાઇ માધવસંગભાઇ વસાવા રહે.ગામ મહુવાડાનાએ જગદીશ મંગાભાઇ વસાવા, મનીશ અશોકભાઈ વસાવા, સંજય મંગાભાઇ વસાવા તેમજ બાવાભાઇ ચેપટીયાભાઇ વસાવા તમામ રહે.ગામ મહુવાડા તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદ-કર્ણાવતી કલબ નજીક કારમાં લાગી આગ-બે મહિલાનો થયો બચાવ…

ProudOfGujarat

વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત.

ProudOfGujarat

ભરુચ : ચોરી થયેલ રીક્ષાનો ભેદ મોબાઈલ પોકેટ કોપની મદદથી ઉકેલતી બી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!