Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તલાટી કમમંત્રી ચેમ્બરનું ઉદઘાટન કરાયું.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતના નવનિર્મિત સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની નવનિર્મિત ચેમ્બરનું ગ્રામજનોની હાજરીમાં સાદગી પૂર્વક ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વલણ ગામના મૌલાના હસન અશરફી એ ફાતેહાનું પઠન કરી નવનિર્મિત સરપંચ તેમજ તલાટી મંત્રીની ચેમ્બર ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે વલણ ગામના સરપંચ રમણ ભાઈ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. કે જુનું મકાન જર્જરિત બનતા ગ્રામ પંચાયત સ્વભંડોળમાંથી અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગામને નવા મકાનની જરૂર હોય અને મારૂ એક સપનું હતું. મારી ગ્રામ પંચાયતની ટીમના સહકારથી આ કાર્ય સફળ થયું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો મોહસીન જોલી તેમજ ઉસ્માન ઉઘરાદાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની ચેમ્બર બનતા હવે ગ્રામજનોને સરકારી કામોમાં પણ સરળતા રહેશે તેમજ ગ્રામજનોની સુવિધામાં વધારો થશે અને ગ્રામજનોને પડતી તકલીફ દુર થશે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અરવલ્લીનાં મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લગતા 4 ના મોત, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

ProudOfGujarat

વેરાવળમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા કાળભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે

ProudOfGujarat

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીએ પઠાણ ફિલ્મના વિરોધમાં હિન્દુ ધર્મ રક્ષક સેનાએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!