ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે સરોજબેન દશરથભાઇ વસાવા વિજેતા થયા હતા. હાલમાં ઉમલ્લાના ઉપ સરપંચની ચુંટણી માટેની બેઠક યોજાતા ઉપ સરપંચ તરીકે નવ સર્જન પેનલના ઉષાબેન જાનિયાભાઇ વસાવાની વરણી થઇ હતી. ગ્રામ પંચાયતની યોજાઇ ગયેલ ચુંટણીમાં કુલ ૧૦ વોર્ડ સભ્યોમાંથી તેમની પેનલના ચાર સભ્યો ચુંટણી જીત્યા હતા,જ્યારે અન્ય પેનલના બે સભ્યોએ ટેકો આપતા તેઓ બહુમતીથી ઉપ સરપંચ પદે નીમાયા હતા. ગ્રામ પંચાયતની નવી ટર્મની મળેલ પ્રથમ બેઠકમાં નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે સત્તા સંભાળતા ગ્રામજનો અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement