ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડી.પી.શાહ વિદ્યામંદિર શાળાની દિવાલ પાસે આવેલ દુકાનોની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડતા સાત ઇસમોને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ રુ.૫૭૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજપારડી ગામે ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા નજીક બાબુભાઈ મંગાભાઇ વસાવા, કિરણભાઇ મહેશભાઇ વસાવા તેમજ હાજીભાઇ તમામ રહે.રાજપારડીના ભેગા મળીને બીજા ઇસમોને રાઇટરો તરીકે બેસાડીને બહારથી માણસો બોલાવી વરલી મટકાનો જુગાર રમાડે છે. મોનિટરિંગ સેલની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારતા રાજપારડી ગામે ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા નજીક વરલી મટકાનો આંક ૦લફરકનો જુગાર રમાડતા સાત ઇસમો ઝડપાયા હતા. આ રેઇડ દરમિયાન રમેશભાઈ રણછોડભાઈ વસાવા રહે.રાજપારડી, દાઉદભાઇ પ્રભુભાઇ વસાવા રહે.રાજપારડી, અરવિંદભાઇ ગોવિંદભાઇ વસાવા રહે. રાજપારડી, વિષ્ણુભાઇ રમેશભાઈ વસાવા રહે.રાજપારડી, રણછોડભાઈ ઇશ્વરભાઇ વસાવા રહે.સિમોધરા, નવિનકુમાર નટવરલાલ વસાવા રહે.રાજપારડી તેમજ રમેશભાઇ છોટુભાઈ વસાવા રહે.ગામ રાંકણ તા.ઝઘડીયાના કુલ રુ.૫૭૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે અન્ય ચાર ઇસમો બાબુભાઈ મંગાભાઇ વસાવા, કિરણભાઇ મહેશભાઇ વસાવા, હાજીભાઇ તેમજ અજય રાજ તમામ રહે.ગામ રાજપારડી તા.ઝઘડીયાનાને વોન્ટેડ જાહેર કરીને આ તમામ ઇસમો સામે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ