વડોદરાની એસ.બી.આઈ. ની મુખ્ય કચેરીમાં કોરોના કેસોની સંખ્યા વધતા ૧૫ થી વધુ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થતાં બેંક બંધ કરવામાં આવી.
વડોદરાની મુખ્ય એસબીઆઈ બેંકમાં કોરોના વિસ્ફોટ થતાં એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ બંધ કરવામાં આવતા ગ્રાહકોના ક્લિયરિંગ અટવાયા છે. એક તરફ કોરોના એ માઝા મૂકી છે તો વડોદરામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે એસબીઆઇ બેન્કની મુખ્ય કચેરી ખાતે ૧૫ થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાથી બેંક હાલના સંજોગોમાં બંધ કરી દેવામાં આવેલ છે તેમજ અહીં આવનાર તમામ ગ્રાહકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે કર્મચારીઓના સંપર્કમાં આવેલ તમામ પોતાના કોરોના ટેસ્ટ કરાવે. અહીં નોંધનિય છે કે કોરોનાને કારણે હાલના તબક્કામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ ફરજિયાત માસ્ક પહેરવું યોગ્ય છે. કોરોનાના કેસોની સંખ્યા વધે છે ત્યારે એક પછી એક તમામ સેક્ટરોમાં કોરોના પ્રવેશી ચૂકયો છે તો લોકો કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન કરે. કોરોનાના કેસને પગલે કામગીરી બંધ કરાઇ હોવાનુ બેન્ક બહાર બોર્ડ માર્યુ છે ગ્રાહકોને ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે અપલી કરાઇ છે.
વડોદરા : એસ.બી.આઈ. ની મુખ્ય કચેરીમાં કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કામગીરી બંધ કરાઇ.
Advertisement