સમાજમાં ઘણી મહિલાઓ મજબૂરીથી દારૂના ધંધા સાથે સંકળાયેલી હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ શી-ટીમ તથા સેવાતીર્થ NGO ના સંયુકત પ્રયાસોથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારના પ્રોહિબિશન એટલે કે દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહીલાઓને પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી અન્ય વ્યવસાય કે જેમાં તેઓને માન-સન્માન પ્રતિષ્ઠા મળી રહે તેવો વ્યવસાય અપનાવવા તેમજ સમાજમાં તેઓનું પુન:સ્થાપન થઇ શકે તે હેતુથી સેવાતીર્થ NGO તરસાલી ખાતે આવી કુલ-૨૨ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવેલ હતી.
તેમજ મહિલાઓનું કાઉન્સિલીંગ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત આ સંસ્થા દ્વારા આવી મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવનાર હોય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંઘ વિશેષ ઉપસ્થિતિ રહી મહિલાઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવાની તક મળશે..જાણો વધુ.
Advertisement