Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ને.હા.48 પર નબીપુર નજીક ટ્રક પલટી જતા અક્સ્માત સર્જાયો.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નબીપુર નજીક એક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તરફથી વડોદરા તરફ એક ટ્રક નં. GJ 05 BX 7202 વડોદરા તરફ જઈ રહી હતી. ટ્રકમાં કૃષિ ખાતરની ગુણો ભરેલી હતી.

ટ્રક ચાલકે સ્ટીયરિંગ અથવા અન્ય કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક શ્રી શિવ કૃપા હોટલ પાસે પલ્ટી ગઈ હતી. ટ્રક પલ્ટી જતા ટ્રકમાં ભરેલી ખાતરની ગુણો હાઇવે પર ફંગોળાઈ ગઈ હતી જેને લીધે હાઇવે ટ્રાફિકને થોડીવાર માટે અસર થવા પામી હતી. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટનાં ટાકવાડા વિસ્તારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સ્મોલ કેપ ફંડએ એનએફઓમાં રૂ.578 કરોડ ભેગા કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!