Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

Share

ડેડીયાપાડા તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે કમિશનર મહિલા અને બાળકલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલા વિવિધ ગામનાસરપંચો તથા મહિલા અગ્રણીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા મહિલા સશક્તિકરણ, બેટી બચાવો તથા બેટી પઢાવો અભિયાન, મહિલા અને બાળ સુરક્ષા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન તથા અનેક પ્રકારના દૂષણોને નાબુદ કરવા તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટેના કાર્યો કરવા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયુ હતું તથા વિશેષમાં નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજની દીકરીનો મજબુરીનો લાભ લઈને દલાલો દ્વારા સમાજની બહાર વેચવામાં આવે છે, તે માટે વહીવટીતંત્ર વધુ ધ્યાન આપે તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

જંબુસર હાજી કન્યાશાળાનું ગૌરવ

ProudOfGujarat

સમગ્ર ગુજરાત રાજ્ય હાઈ-એલર્ટ પર ભરૂચ જિલ્લામાં પણ પોલીસતંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત…

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!