અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંઘીનગર પછી પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ભરૂચમાં ઝાડેશ્વર, સર્કિટ હાઉસ ખાતે ભરૂચ જીલ્લાનાં તમામ પત્રકાર મિત્રોનો સ્નેહમિલન સભારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં અતિથિ રાષ્ટ્રીય અઘ્યક્ષ જીજ્ઞેશ કાલાવાડીયા, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ મિનહાઝ મલેક, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજ્યસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ સંરક્ષક ભાવેશ મકવાણા ઉપસ્થિત રહી ભરૂચ જીલ્લાનાં હોદેદારોને અખીલ ભારતીય સમિતિનો લેટર પત્ર તેમજ અલગ-અલગ પત્ર આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભાવીકભાઇએ પત્રકારોને સંબોધી જણાવ્યું હતુ કે મોટી ચેનલનાં પત્રકાર હોય કે નાની ચેનલનાં પત્રકાર હોય બઘા પત્રકાર જ કહેવાશે. સચ્ચાઇને ઉજાગર કરવાની તાકાત ખાલી પત્રકારોને આપેલી છે. કોઇ પણ અનિચ્છિય બનાવ બને ત્યારે બઘા પત્રકાર મિત્રોને એક થઇ લડત આપવી પડશે. તેમજ દરેક જીલ્લાનાં અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં પદાધિકારીને જાણ કરવી તેથી મદદ મળી શકે એવી ખાત્રી આપી હતી.
પત્રકાર સ્નેહમિલન સભારંભ યોજવાનો મુ્ખ્ય હેતુ પત્રકારોની સુરક્ષા અને પત્રકાર ભાઇઓની મુખ્ય બાબત માટે સરકાર સમક્ષ રજુઆત કરી પત્રકાર ભાઇઓને સહકાર મળી રહે જેવાં કે કોરોનાં કાળ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલ ગુજરાતનાં ૬૦ જેટલા પત્રકારો કોરોના વોરિયર જાહેર કરી તેમનાં પરીવારજનોને આર્થીક સહાય આપે તેમજ પત્રકારોને વિમા યોજનામાં આર્થીક વળતર વઘારી ૧૦ લાખ મળી રહે તેમજ પત્રકારોને કામગીરી કરવામાં સરળતા રહે અને વિશેષ સુરક્ષા કવચ માટે ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવામાં આવે તેમજ પત્રકારોને પડતી તકલીફ વિશે ચર્ચા કરાઇ હતી.
અખીલ ભારતીય સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ નિવેદનમાં જણાવ્યુ હતુ કે પત્રકારોને પડતી તકલીફ દુર થાય તેમજ પત્રકાર પરીવારનાં સહાય માટે કલ્યાણ નિઘી જે ગાંઘીનગરથી શરૂઆત કરી સમગ્ર ગુજરાતમાં મુહીમ ચલાવી ભરૂચ પછી દરેક જીલ્લામાં ક્રાર્યક્રમ યોજાશે.
યાકુબ પટેલ, પાલેજ