પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ફરીવાર ઉપસરપંચની ચુંટણીઓ આવતા રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડયો છે. જેમાં નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોના ઉપસરપંચ માટેની ચુંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત અને એજન્ડા બજવણી થતાં ઉપસરપંચ પદ માટે જોડતોડની રાજકીય સોગઠા બાજી શરૂ થઇ ગઇ છે.
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૧૮ ગ્રા.પંચાયત ઉપસરપંચની વરણી
( ૧ ) નેત્રંગ (૨) કેલ્વીકુવા (૩) કવચીયા ( ૪) ઝરણા (૫) કોયલીમાંડવી (૬) બિલોઠી (૭) બલદવા (૮) કાકડકુઇ (૯) ચંદ્રવાણ ( ૧૦) કાંટીપાડા (૧૧) બિલાઠા ગુપ (૧૨) ખરેઠા ગુપ (૧૩) ફોકડી ગુપ (૧૪) મોટામાલપોર (૧૫) મોરીયાણા ગુપ ( ચિકલોટા ) (૧૬) આંજોલી ગુપ (૧૭) વાંકોલ ગુપ (૧૮) રાજવાડી
૨૧ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૧૭ ગ્રા.પંચાયતમાં ઉપસરપંચની વરણી
(૧) પિંગોટ (૨) ઝરણાવાડી (૩) અરેઠી ગુપ (૪) થવા ગુપ (૫) ધોલેખામ ગુપ (૬) વણખુંટા ગુપ (૭) ટીમલા ગુપ (૮) ગાલીબા ગુપ (૯) મોરીયાણા ગુપ (કુરી) (૧૦) ભેંસ ખેતર ગુપ (૧૧) મોટાજાંબુડા (૧૨) નાના જાંબુડા (૧૩) કામલીયા (૧૪) ચાસવડ (૧૫) મૌઝા (૧૬) આટખોલ ગુપ (૧૭) કંબોડીયા.