Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી માર્ચ મહિના સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ વેરાની વસૂલાત થશે.

Share

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી વધુ વેરા વસૂલાતની સૂચના આપવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની વસૂલાત અંગે રિવ્યુ કર્યો હતો. જેમાં વોર્ડ નંબર 1 થી 12 માં અત્યાર સુધીમાં 80 ટકા વેરાની વસૂલાત થઈ છે, તેવી જાણકારી મેળવી હતી. જેથી બેઠક દરમિયાન માર્ચના અંત સુધી દરેક વોર્ડની 95 ટકાથી વધુ વસૂલાત થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવ્યા છે.

કોર્પોરેશને નક્કી કરેલા લક્ષ્યાંક કરતા વધુ વેરાની વસૂલાત કરવામાં આવે. જેથી હાલની વર્તમાન અને જૂની બાકી વસુલાતની રકમ પણ વસૂલાત કરી શકાય અને કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે અને જરૂર પડે તો પાણી ડ્રેનેજના પણ કનેક્શન કાપવામાં આવે તેવી સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.

Advertisement

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 25 હજારથી વધુ રકમના મિલકત વેરા બાકી હોય તેવા 15 હજાર બાકીદારોને નોટિસ આપીને નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ 15 હજાર બાકીદારો પાસેથી અંદાજે રૂપિયા 50 કરોડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા રેતીના ઢગલાઓમાં કેટલા કાયદેસર?

ProudOfGujarat

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

ProudOfGujarat

સ્ટેટ મોનિટરીંગ સેલનો રાજકોટમાં દરોડા : ૮૦ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!