ભરૂચ વોર્ડ નંબર 10 માં વિકાસના કાર્યો અટકી પડેલ હોય મુખ્ય રસ્તાઓના પેચ વર્ક કામ પણ પેન્ડિંગ હોય બ્લોક ગટર નાખવાની પ્રક્રિયા પણ બંધ છે આથી ઓલ ઇન્ડિયા મજલીસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના શેખ મોહમ્મદ ફહીમ નાઝીરભાઈ દ્વારા ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 10 ભરૂચ નગરપાલિકાના વિકાસ કામો હાલના સમયમાં અટકી પડેલ છે. ચાર રસ્તાથી લઇ ફાટા તળાવમાં બ્લોક ગટર નાખવાની પ્રક્રિયા છેલ્લા દોઢ મહિનાથી બંધ છે જેને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની આવશ્યકતા છે. ફાટાતળાવ મંદિરથી લઈ સુશીલાબેન દવાખાના રોડ જે મંજૂર થઈ ગયેલ હોય જેની અવારનવાર રજૂઆત કરવા છતાં કામગીરી ચાલુ કરેલ ના હોય તો તે રોડની કામગીરી ચાલુ કરવી તેમજ પીરકાંઠીથી લઇ ચાર રસ્તા સુધીનો જે અગાઉના વર્ષમાં મંજુર થયેલ હોય તેની તાત્કાલિક કામગીરી શરૂ કરવી, અગાઉ વોર્ડ નંબર 10 ના રસ્તાઓની પેચવર્કની કામગીરી મંજુર થયેલ હોય જે બાકી હોય તેને શરૂ કરવા તથા વોર્ડ નંબર 10 માં મોટાભાગના વિસ્તારોમાં ગુજરાત સરકારની ગટર યોજના મુજબના કામો બાકી હોય તે શરૂ કરવા આ અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆત કરાઇ છે. જેને ધ્યાને લેવા અને ઉપરોક્ત તમામ કાર્યોને અગત્યના ગણી અહીંના રહેવાસીઓ, વેપારીઓ, સ્થાનિક પ્રજાને જે તકલીફ પડે છે તેને ધ્યાને લઇ સત્વરે પેન્ડિંગ કામગીરી તાત્કાલિક શરૂ કરવા અમારી માંગણી છે.