નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડિશનલ કલેક્ટર કચેરીએ નર્મદા જિલ્લાના સાધુ-સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાના મહામંત્રી સ્વામી ધર્માંનંદજી મહારાજ, સદાનંદ મહારાજ સહીત અન્ય સાધુ સંતો નર્મદા નદી પર તૈયાર થઈ રહેલા ઘાટને શઁકરાચાર્ય ઘાટ નામ આપવા અંગે પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ એડિશનલ કલેકટરે તેઓને મુલાકાત આપવાની ના પાડતા મામલો ગરમાયો હતો. તથા કચેરીના ચેમ્બરમાં સાધુ સંતો અને અધિકારીઓ વચ્ચે તું તું મૈં મૈં ના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ પ્રસંગે તંત્રએ નર્મદા ઘાટ ઉપર પરિક્રમાવાસીઓ અને સાધુ સંતોને નર્મદા પૂજન અર્ચન તેમજ સ્નાન કરવાની પરવાનગી આપવા તથા અલગ વ્યવસ્થા કરવાની માંગ કરતાં અધિકારીએ સરકારનો પરિપત્ર હોઈ આ માંગ સ્વીકારી શકાય નહીં એમ જણાવતા સાધુ સંતો રોષે ભરાયા હતા. તેથી અંતે સાધુ-સંતોએ ગુજરાત પ્રદેશ કાર્યાલય પર તેમજ મુખ્યમંત્રી કચેરી ગાંધીનગર તથા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી આ અંગે ઉચકક્ષાએ રજુઆત પણ કરી હોવાનું જણાવ્યું હતું.આ અંગે એડિશનલ કલેક્ટરને મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પણ વાત થઈ શકી નહોતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા