Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજસ્થાનના ઉદયપુર ખાતે ગોઝારા અકસ્માતમાં પાદરાના એક બાળક સહિત 5 ના મોત થયા.

Share

રાજસ્થાન ના ઉદયપુર ખાતે ગોઝારા અકસ્માતમાં પાદરા એક બાળક સહિત 5 ના મોત થયા હતા. મુતકોને પથિવ દેહને પાદરા ખાતે લાવવામાં આવતા 5 મુતકોને ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી જેમાં સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર પાદરા નગરમાં ગમગીનચએ હતી.
બુધવાર વહેલી સવારે રાજસ્થાનના ઉદયપુર હાઇવે પર ગોઝારા અકસ્માતમાં પાદરા 5 વ્યક્તિ ના કરુણ મોત નીપજ્યા હતા. શ્રીનાથજી દર્શનાર્થે ગયેલા ગાંધી, પંચાલ અને ડબગર સમાજ 3 મિત્રો કપલ સાથે કાર લઈને બાળકો સાથે રાજસ્થાનના શ્રીનાથજી ગયા હતા જેમાં અકસ્માત થતા આ ગોઝારા અકસ્માતમાં 1 બાળક સહિત 3 પુરુષ અને એક મહિલા સહીત કુલ 5 ના મોટ નીપજ્યા હતા. આ બનાવ ને લઈને પાદરા પથક માં ઘેર શોક ની લાગણી પસરી હતી. આ બનાવમાં 5 ના મોટ નીપજ્યા હતા જ્યારે 2 મહિલાઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં પચેવ ના મૃતદેહને પાદરા ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેવ મહિલાઓને વડોદરા ખાતે ની ખાનગી હોસ્પિટલ ખાતે લાવવમાં આવી હતી હાલમાં તેઓની સારવાર વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
મૃતક પાંચેવ ની અંતિમયાત્રા તેઓના ઘરે થી નીકળી હતી જેમાં સ્વામિનારાયણ હરિધામ સોખાડા ના સંતો અને પાદરા ના આગેવાનોએ હાજરી આપી હતી, મૃતક દીક્ષિત પંચાલ અને તેઓનાં પુત્ર પવિત્ર પંચાલનો પર્થિવ દેહ તેઓ ના નિવાસ સ્થાને થી નીકળ્યો હતો.આ દુઃખ ની ઘડીએ પાદરા પાલિકાના તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી અને મુતકોના આત્મનને શાંતિ અર્પી હતી.
સંજયભાઈ પટેલ (કારોબારી અધ્યક્ષ, પાદરા નગર પાલીકા) સચિનભાઈ ગાંધી (ઉપપ્રમુખ, પાદરા નગર પાલિકા) જ્યાં મીનેશ ગાંધીના નિવાસ સ્થાને જાસમીનપાર્ક થી પણ સ્વજનોને મિત્રો અને આગેવાનો સહિત સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ દુઃખના પ્રસંગે પાદરા ના માજી ધારાસભ્ય દિનુમામાં સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા અને મુતકોના આત્મા શ્રધ્ધાજલી આપી હતી. દીનુંમામા (માજી ધારાસભ્ય, પાદરા)
જ્યારે ડબઘર સમાજના સુરેશભાઈ ડબઘર અને મીનાબેન ડબગર ની અંતિમ યાત્રા તાજપુરા રોડ પર આવેલ તેઓના નિવાસ સ્થાને થી નીકળી હતી જેમાં સંતો અને આગેવાનો સહિત સમાજના બાંધવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમ પાદરા માં પચેવ મિત્રો ની નિકળેલી અંતિમયાત્રા માં ગામ હિબકે ચઢ્યું હતું અને સમગ્ર પાદરા શહેર ના ભારે ગમગીની છવાઇ હતી.તમામની અંતિમયાત્રા પાદરાના મુકિતધામ પહોંચી હતી તમામનો પાર્થિવદેહ પંચમહાભૂત માં વિલીન થયો હતો આ પ્રસંગે હરિધામ સોખાડાના સંતો એ પણ શ્રધાંજલિ અર્પી હતી.પ.પૂ પ્રાદેશિક સતવર્ય શ્રીજી વલલભ સ્વામી (હરિધામ સોખાડા).

Advertisement

Share

Related posts

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ કંપનીમાં અકસ્માત સર્જાયો… કામદારનો બેલી કોણ..?.

ProudOfGujarat

અંકલેશ્વર-ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, ડેન્ગ્યુનો વાવર હોવાથી વહેલા તકે કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ….

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ભગવો, જ્યારે ગોધરા પાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી, કોંગ્રેસને મતદારોએ આપ્યો જાકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!