Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત લાકડા ચોરીના કેસમાં યુવકને વ્યારા વનવિભાગે ઝડપી તેને માર મારી તેને સારવાર માટે સુરત સિવિલમાં રાખવામા આવ્યો હતો.

Share

સુરત લાડકા ચોરીના કેસમાં યુવકને વ્યારા વનવિભાગે ઝડપ્યો હતો. બાદમાં તેને સારવાર માટે વ્યારા જનરલ બાદ સુરત સિવિલમાં 10 દિવસ સુધી રખાયો હતો અને બાદમાં ગઈકાલે રજા અપાયા બાદ શનિવારે ફરી કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. યુવકે સિવિલમાં જણાવ્યું હતું કે, તેને વનવિભાગના કર્મચારીઓએ વગર વાંકે ઢોર માર માર્યો છે જ્યારે વનવિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, લાકડા ચોરીના બે ગુનામાં તે આરોપી છે. ખોટા આક્ષેપો મુક્યાં છે કોઈ માર મરાયો નથી. 8મીએ જીતેન્દ્રને માર મરાયાનો આક્ષેપ વ્યારાના ચીંથલડા ગામે રહેતા જીતેન્દ્ર ગામીત(ઉ.વ.આ.28)નાએ સુરત સિવિલમાં જણાવ્યું હતું કે, 8મી ઓક્ટોબરના રોજ તે મિત્ર આશિષ સાથે તથા સંબંધી રતનજીની દીકરીને ગામડેથી વ્યારા બસ ડેપો પર મુકવા જતા હતા તે દરમિયાન મળસ્કે ફોરેસ્ટર રીના ચૌધરી અને તેના પતિએ કારમાં આવ્યા હતાં. જીતેન્દ્રની ગાડીમાં પેટ્રોલ ન હોવાથી તેઓ ઉભા હતાં. ત્યાં આવીને ફોરેસ્ટરે પુછપરછ કરી અને બાદમાં વનવિભાગની ગાડીઓ અને કર્મચારીઓને બોલાવી લીધા હતા અને જીતેન્દ્ર આશિષને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.બાદમાં ઓફિસે લઈ જઈને ઉંધો બાંધીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોર્ટના આદેશથી ફરી સારવાર અપાઈ જીતેન્દ્રએ કહ્યું કે, ઈજાઓ ગંભીર હોવાથી તાત્કાલિક વ્યારા જનરલમાં દાખલ કરાયો પરંતુ તેમણે સુરત સિવિલ મોકલી આપ્યા હતાં. 8મીથી લઈને 18મી સુધી સારવાર ચાલી બાદમાં સુરત સિવિલમાંથી રજા આપી દેવાઈ હતી. જેથી વનવિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જીતેન્દ્રએ દુઃખાવો હોવાનું તથા માર માર્યાના આક્ષેપ કરતાં ફરી સારવાર અને સર્ટી માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં.
તમામ આક્ષેપો પાયા વિહોણાઃવનવિભાગ વ્યારા વનવિભાગના આરએફઓ કોસાડા સાહેબે જણાવ્યું હતું કે,જીતેન્દ્ર પર લાકડાચોરી અને કટીંગના બે ગુનાઓ નોંધાયેલા છે. જીતેન્દ્ર દ્વારા મુકવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. જીતેન્દ્ર બે ગુનાઓમાં અલગ અલગ માણસો સાથે પકડાયો હતો. 17મી સપ્ટેમ્બરના રોજ પણ તેના પર ગુનો નોંધાયો હતો. તેને નોટિસ પણ આપવામાં આવી હતી. ધરપકડ કરવાની જ હતી તે દરમિયાન તે મળસ્કે 8મીએ મળી આવ્યો હતો.
જીતેન્દ્રએ ભૂતકાળમાં ક્યા ગુના કર્યા છે તે અંગે રેકોર્ડ તપાસવાનો બાકી છે. તે પકડાયો તે અગાઉની રાત્રે વનવિભાગના કર્મચારીઓનો પીછો કર્યો હતો અને લાકડા અલગ જગ્યાએ મુકી દીધા હતાં.અહિંના ડોક્ટરના રિપોર્ટ નોર્મલ હતા છતા તેણે કોર્ટમાં દુઃખાવાની ફરિયાદ કરતાં સારવાર માટે ફરી સુરત સિવિલ ખસેડાયો છે.

Advertisement

Share

Related posts

બેંક ખાતા માંથી ઓનલાઈન ઉપડી ગયેલ નાણા પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તા. ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર જયંતીના ઉપલક્ષે આજરોજ “રન ફોર યુનિટી” મીની મેરેથોનનું અયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : મંગલમૂર્તિ સોસાયટી ખાતે મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!