Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી.

Share

સુરત ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે સુરતથી હત્યામાં સંકડાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવાય છે. હાલમાં એટીએસ દ્વારાફૈઝાન,રશિદઅને મોહસિનનીઆરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચપ્પુ મારી હત્યા કરી હતી. આ હત્યાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. જેમાં વાત એવી છે કે કમલેશ તિવારીની જે બે હત્યારાઓએ હત્યા કરી હતી તે બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા. એ મીઠાઈનું બોક્સ ઉઘના દરવાજા પાસેની ધરતી નામની ફરસાણની દુકાનનું હોવાનું બહાર આવ્યું છે. જેથી લખનઉ પોલીસે આ બાબતે સુરતની ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી. દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી.
ક્રાઇમ બ્રાંચે સ્ટાફ સાથે ફરસાણની દુકાન પર જઈને તપાસ શરૂ કરી છે. પોલીસે ફરસાણની દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી છે. કેમેરાના આધારે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ વિશે માહિતી મેળવીને પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS પણ જોતરાઈ છે. તિવારીએ 2015માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂરજોશમાં તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

સુરત ના પારસીવાડ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયા….

ProudOfGujarat

तोह इसलिए गई थींं दीपिका पादुकोणे डिप्रेशन में, ब्रेकअप नहीं हैं वजह !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!