સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ની સભ્ય બહેનો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી. જેમાં શહેરમાં આવેલી કલરવ શાળા ની મુલાકાત લેવામાં આવી, જ્યાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. દિવાળી પર્વ નિમિત્તે અહીં ભણતાં બાળકો પોતાના હાથે રંગ કરી સુંદર રંગબેરંગી દિવળા બનાવે છે, કલરવ શાળાના ટ્રસ્ટીઓ આ દિવળાઓને વેચાણ કરી તેનો નફો અહીં ભણતાં દિવ્યાંગ બાળકોને દિવાળી પર્વમાં મિઠાઈઓ તેમજ ફટાકડા અપાવી આનંદ અને ઉત્સાહથી દિવાળી પર્વ ઉજવવામાં મદદરૂપ થાય છે, દિવ્યાંગ બાળકો એ બનાવેલા આવા રંગબેરંગી દિવાઓને આ બહેનો દ્વારા ખરીદીને બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. તદ્દઉપરાંત સ્કુલના બાળકોને આઈસક્રીમ ખવડાવ્યો હતો. આઈસક્રીમ ખાઈ બાળકો ખુબ જ આનંદિત થયા હતા.
બહેનો નો હેતુ એ હતો કે આવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળે, તેઓ પણ સમાજ ની મુખ્ય ધારામાં જોડાઇ શકે અને ભવિષ્યમાં તેઓ આવા કામ અને હુનર શીખી પોતે પણ સ્વનિર્ભર થઈ શકે. આ બહેનો એ આ પ્રસંગે સમાજ ના લોકો ને આહવાન કરી સંદેશો આપ્યો કે તેઓ પણ દિપાવલી પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો એ પોતાના હાથે બનાવેલા દિવડાઓ જ ખરીદવાનો આગ્રહ રાખે,જેથી સમાજ માં રહેતા આવાં બાળકો ના જીવન માં પણ આનંદ ઉત્સાહ નું અજવાળું પથરાય. આજ ખરી દિવાળી છે.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ની સભ્ય બહેનો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી.
Advertisement