ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ભરુચ જિલ્લામાં શુકલતીર્થ ગામે માછીવાડ વિસ્તારમાં મિનિષભાઈ મંડપ વાળા નાં રહેઠાણ માંથી ૯ ફૂટ લાંબો અજગર આવી જતાં તેની જાણ વન વિભાગ અને શુકલતીર્થ જીવદયા પ્રેમીઓને કરતાં સ્થળ ઉપર જઈ વન વિભાગ ના અધિકારી ઓ નાં માર્ગદર્શન હેઠળ ૧ કલાક ની જહેમત બાદ અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.અજગર નેહાલ માં ભરુચ ખાતે નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે.
Advertisement
પાલેજ નાં ફરીદ બાવા કંપાઉન્ડ માં સતત આઠ દિવસ થી મગર ફરતો હોવા થી ભય વ્યાપી ઉઠ્યો હતો ગત રોજ મગર નું નાનું બચ્ચું પકડાય ગયું છે. અહીં મગરી બચ્ચાં સાથે આવી ચઢ્યાની વહેતી થયેલી વાતો સાચી પડી રહી છે.મગરી તેમજ અન્ય બચ્ચા ઓ ની શોધ ખોળ કરી પકડી પાંજરે પુરવા વોચ ગોઠવવામાં આવ્યો છે.