મહાત્મા ગાંધીજીના ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરદારની કર્મભૂમિ એવી બારડોલી નગરમાં નણંદ ભાભી ની જોડી અનોખો વિશ્વ રેકોર્ડ સર્જશે બારડોલીથી દાંડી અને પરત બારડોલીનું 100 કિલોમીટરનું અંતર 24 કલાકમાં ઉંધી દોડ લગાવી વિશ્વમાં સર્વ પ્રથમ ગિનિસ બુકમાં રેકોર્ડ અંકિત કરશે.સરદાર પટેલ ની કર્મભૂમિ અને સાહસી પ્રવૃત્તિ માટે જાણીતું સુરત જિલ્લા ના બારડોલી ખાતે બે યુવતીઓ નવોજ વિશ્વ રેકોર્ડ કરવા નીકળી છે. સંબંધ માં નણંદ ભાભી એવા બારડોલી ની સ્વાતિ ઠાકર અને ટ્વીનકલ ઠાકર રેકોર્ડ માટે નીકળી છે. રિવર્સ એક્સપિદેશન નામ ની ઉંધી દોડ નો વિક્રમ કરશે.વિશ્વ માં પ્રથમ પ્રયાસ રુપે આ બંને મહિલાઓ એ સાહસ કર્યું છે.
સામાન્ય રીતે યુવતી તો નક્કી કર્યું પણ સાથે સ્વાતી બેન ના ભાભી એ પણ આ રેકોર્ડ માં જોડાવાનું નક્કી કર્યું. અને તેમને માટે તેમના બંને બાળકો પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. કારણ થોડા દિવસો અગાઉ તેમના પતિ સાગર સાથે બંને પુત્રો એ સ્કેટિંગ માં રેકોર્ડ કર્યો હતો. જેથી બાળકો થી પ્રેરાઈ ને ઘરકામ ની સાથે સાહસ ખેડવાનું નક્કી કર્યું. ઉંધી દોડ ના વિક્રમ માટે જનાર બંને મહિલાઓ માં સાગર ની બહેન સ્વાતિ પોતે કરાટે કલાસ પણ ચલાવે છે. જ્યારે તેમની પત્ની ટ્વીન્કલ બેન પોતે ધૂમકેતુ નામ ની ડાન્સ એકેડેમી પણ ચલાવે છે. સાથે ગૃહિણી પણ છે. બંને નણંદ ભાભી ૨૪ કલાક માં બારડોલી થી દાંડી થઈ ગાંધી જયંતિ ના દિવસે દાંડી થી ફરી બારડોલી ઉંધી દોડ લગાવી ને પોતે ગીનીશ બુક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરનાર છે.
મહાત્મા ગાંધીજીના ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરદારની કર્મભૂમિ એવી બારડોલી નગરમાં નણંદ ભાભી ની જોડી અનોખો વિશ્વ રેકોર્ડ સર્જશે.
Advertisement