ગુલામહુશેન ખત્રી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ગાંધી બાપુની ૧૫૦ મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અત્રે ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા અને પાણિની પ્રજ્ઞા પરબ શાળાના બાળકો દ્વારા ગાંધી બાપુનો જીવન સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ થી લોક જાગૃતિ લાવવા રેલીઓ યોજવામાં આવી હતી.ગાંધી જયંતિ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં ગાંધીજી ના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહિયે…”થી કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી.ઉપરાંત પંથકના સારસા સહિત અન્ય ગામોએ પણ ગાંધીજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શિક્ષકો એ બાળકોને ગાંધી બાપુ ના જીવનના પ્રેરક પ્રસંગો ની જાણકારી આપી હતી.અને દેસને આઝાદી અપાવવા બાપુએ આપેલા યોગદાન ને યાદ કર્યુ હતું.ગાંધી બાપુના સત્ય ના આગ્રહ ના સિદ્ધાંત ને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો.ઉપરાંત ગાંધીજયંતિના આ અવસરે પ્રધાનમંત્રી ના સ્વચ્છ ભારત ના સંદેશ ને સાર્થક કરવા સહુએ કટિબદ્ધ બનવું પડશે,એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
રાજપારડી પંથકમાં ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી શાળાઓ ના બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી ના આયોજન થયા.
Advertisement