Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર નગરના નગરજનો તથા પંથકની જનતા માટે બિસ્માર થઈ ગયેલાં માર્ગો નવાં બનાવવાની માંગ

Share

જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર નગરના નગરજનો તથા પંથકની જનતા માટે ઉપયોગી એવા ખખડધજ હાલતમાં થઈ ગયેલાં રિંગરોડ સહિતના બિસ્માર થઈ ગયેલાં નગરના મુખ્ય માર્ગો બનાવવાની માંગ સાથે ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રનાની રાહદારી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો અને ચક્કાજામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર તાલુકાનાં કોંગી અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
જંબુસર શહેરના હાર્દસમો ગણાતો અને નગરજનો સહિત પંથકના પ્રજાજનો માટે અતિ ઉપયોગી ગણાતો રિંગરોડ નગરપાલિકાના પાપે બિસ્માર હાલતમાં છે. તદુપરાંત ડેપોથી ડાભા ચોકડી સુધીનો માર્ગ તથા ડેપોથી પ્લાઝા હોટલ ચોકડી સુધીનો માર્ગ સહિતના નગરના તમામ માર્ગો બિસ્માર હાલતમાં છે અને ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ બાબતે જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદતલાટી તથા કાર્યકરો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર આવેદનપત્ર પાઠવી રિંગરોડ સહિત નગરના બિસ્માર મુખ્યમાર્ગો બનાવવા રજૂઆત કરી હતી. તેમ છતાય પાલિકા સત્તાધીશોનાં પેટનું પાણી ન હાલતું હોય તેમ રજૂઆત પ્રત્યે આંખ અડાકાન કરતાં આજરોજ એસ.ટી. ડેપો સર્કલ ખાતે ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રનાની રાહબરી હેઠળ ચક્કાજામનું આયોજન કરી પાલિકાના ભ્રષ્ટસત્તાધીશોની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. સવારે દસ કલાકે એસ.ટી. ડેપો સર્કલ ખાતે ધારા સભ્ય સંજયભાઈ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રનાની આગેવાનીમાં માજી તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા, જી.કોંગ્રેસ ઉપપ્રમુખ શાકીર મલેક, પાલિકા વિપક્ષ નેતા કાદરબેગ મીરજા સહિત પાલિકાના કોંગ્રેસ સદસ્યો, તથા શહેર તાલુકા અગ્રણિયો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એસ.ટી.ડેપો સર્કલ ખાતે ચક્કાજામ કરી નગરપાલિકાની ભ્રષ્ટનીતિ તથા પાલિકામાં પર્વર્તેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગગન ગજવ્યું હતું. ડેપો સર્કલ ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ સહિત ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ ચક્કાજામ કરી રહેલા ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના કોંગી અગ્રણીઓ, કાર્યકરોની અટકાયત કરી જામ થયેલ ટ્રાફિક પૂવર્વત કરાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ-જુના સરદાર બ્રિજ પર પડ્યા મસ્ત મોટા ખાડા-બ્રિજ જર્જરિત બનતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ -ખાડા કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!